સરદાર પટેલ
ભારતની એકતાના સમર્થક ; તેમને યથોચિત શ્રધ્ધાંજલી અર્પણ કરવા અને મહાન રાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક એવા સરદાર પટેલ ને સમ્માનિત કરવાના સામુહિક કાર્યમાં દેશને એક થઇ જોડાવા ગુજરાત સરકાર દ્વારા Write For Unity એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું જેમાં શિવ આશિષ ગુજરાતી મીડીયમના બાળકોએ ભાગ લઈને એક વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જેના વિષય નીચે પ્રમાણે હતા
(1) એક ભારત : અનેકતામાં એકતા
(2) સર્વોપરી ભારત – સ્વ પહેલાં સ્વદેશ
(3) સરદાર પટેલનું યોગદાન નવ ભારત માટે
બાળકોએ ખુબ ઉત્સાહથી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
“એક ભારત, શ્રેષ્ઠ ભારત ”
“લખશે ભારત, જોડાશે ભારત”