ખેતરની મુલાકાત
કાંગ ખેતર ગ્યાતા રે
ગોરી કાંગ લ્યો …..
ઉભા ઉભા કાંગ લ્યો
સૂપડું ભરી કાંગ લ્યો….
આજના આધુનિક યુગમાં ખેતર એટલે શું? એ જ બાળકને ખબર હોતી નથી.
એવા સમયમાં બાળકને શાકભાજી,અનાજ, ફળ કેવી રીતે થાય,ક્યાં થાય તે આ
ખેતરની મુલાકાતથી ઘણું જાણવા મળ્યું. મૂળા,પાલખ, તૂવેર, રીંગણ,શેરડી
ટામેટાઅને ધાણા જેવા લીલા શાકભાજીના સ્પર્શ માત્રથી ખૂબ ખુશ કરી દીધા.
ખેતરમાં જઈને બાળકો ખૂબ ભાવ વિભોર બની ગયા હોય તેવો મોઢા ઉપર ભાવ દેખાતો હતો.