વર્ષાઋતુ એટલે ભીની કુમાશ મન અને અંગ અંગને ઝરમર તાલે નચાવતી ઋતુ. વર્ષાઋતુ એટલે સૌને સુખી કરતી ઋતુ.
ચોમાસાનો પ્રારંભ જાણે રણમાં મીઠી વીરડી અચાનક દેખાઈ જાય. બળબળતી ધરાને વરસતો અમી વર્ષાથી શાતા પ્રદાન કરે છે.જાણે કે ધગધગતા કપાળ પર ભીની હથેળીનો કોમલ સ્પર્શ થાય. આ વરસાદી
માહોલ ને જોઇને વરસાદી ગીતો ગાવાનું મન કોને ન થાય? આમ શિવાશિષ સ્કૂલના ધો – ૧ થી ૭ નાં
બાળકો પણ મધુર વર્ષા ગીતો ગાઈને વરસાદને રીઝવતા હોય તેમ …………..
જોને પેલી વાદળી રિસાઈ ગઈ
એને કોણ મનાવા જાય
એને કોણ મનાવા જાય
એને શિવા શિષના બાળકો મનાવા જાય…………
જોને પેલી વાદળી માની ગઈ
જોને પેલી વાદળી વરસી ગઈ ………