પ્રત્યેક પર્વ આપણા જીવનને ઉત્સાહ અને ઉલ્લાસથી ભરી દે છે. અને તેમાયે પર્વની ઉજવણી મિત્રો-દોસ્તો સાથે એક મોટા સમુહમાં કરવા મળે તો પછી પૂછવું જ શું ? ધામધૂમથી ઉજવાયેલા મકરસંક્રાંતિ પર્વની મસ્તીભરી ઉજવણીએ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું. ગીત-સંગીતની સાથે ઉમંગ અને ઉલ્લાસના પેચ, પતંગ, ફીરકી અને દોરીના અવનવા રંગો સર્જાયા.વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલી મબલખ ભેળની એકસાથે ૪૦૦ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ઉજાણી કરી ઉત્તરાયણના પર્વને હોંશભેર ઉજવ્યું.