Hiral
Posted on
September 8, 2011
Teacher’s Day (Guj.Med.)
શિ -શિક્ષામાં પણ પ્રેમ અને ઉપદેશ હોયછે.
ક્ષ – ક્ષમા જેનું પ્રથમ કર્તવ્ય જ હોય છે .
ક – કર્મ કર્યા કરવાની સતત ખેવના હોય છે.
દિ – દિવસ અને રાત જોયા સિવાય કર્મ કરે છે.
ન -નથી કોઈ આશા અપેક્ષા માન ચાંદ કેરા એવા શિક્ષક જ ડો.રાધા કૃષ્નન કહેવાય.
૫ મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. આ દિવસ ડો.સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં આ તહેવાર ઉજવાય છે.
વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે.
દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે.
એક છે મા તા અને બીજા છે શિક્ષક .
આજના આ શિક્ષક દિન નિમિતે શિવાશિષ કે.જી.થી ૭ ધોરણના બાળકોએ ઊજવ્યો શિક્ષકદિન.
સાડીના પહેરવેશમાં શિક્ષિકા ની અદાથી જ ક્લાસમાં ભણાવવાનો લહાવો જ અલગ અનુભવ બતાવે છે.