We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Sports Day (Guj.Med.)

Hiral

Sports Day (Guj.Med.)

મેદાન શાળાનું અભિન્ન અંગ છે. શાળાકીય પ્રવૃતિમાં રમતોત્સવ એક અહમ્ય પ્રવૃતિ છે. જેનાથી વિધાર્થીઓનો શારીરિક વિકાસ થાય છે. ભણવાની પ્રવૃતિથી અલગ, વર્ગખંડને છોડીને મેદાન પર પોતાની રસ દાખવતી રમતોમાં ઉત્સાહ બતાવવો, મિત્રો સાથે રમીને શોખ પૂરો કરવો, જુસ્સા સાથે ફાઈનલમાં સિલેક્ટ થવું અને રમતમાં અવ્વલ નંબરે પહોચવું મોટા ભાગે બધા વિધાર્થીઓંની ઈચ્છા હોય છે. લેઝીમ, ડંબેલ્સ, ખંજરી, પતાકા તથા રીંગના દાવ સાથે ફોર્મેશન તથા પરેડ લઈને કેજી થી ધોરણ – ૭ ના વિધાર્થીઓએ ૧૦ મી જાન્યુઆરીએ રમતોત્સવનું આયોજન કર્યું. ફક્ત અને ફક્ત ૧૫ દિવસની મહેનતથી ૧૦ મી જાન્યુઆરીએ શિવઆશિષનું ground બાળકોના થનગનાટથી ધમધમી ઉઠ્યા કાર્યક્રમની શરૂઆત મશાલ પ્રાગટ્યથી થઇ, તાલુકા લેવલે જીતીને આવેલ ખો-ખોની ટીમે મશાલ આખા મેદાન પર ફેરવીને કાર્યક્રમની શરૂઆત કરી. ધોરણ – 5th ના બાળકો ખંજરીના ખન-ખન અવાજ સાથે મેદાન પર આવ્યા અને દાવ સાથે સૂર્યમુખીનું ફૂલ બનાવી સુરજ્દેવને અર્ધ આપ્યું. 7th ના બાળકો લેઝીમના મધુર અવાજ સાથે મેદાન પર તીરનું નિશાન બનાવી દાવ બતાવ્યા અને( ઓમ )નું ફોર્મેશન કર્યું આ જોઈ વાતાવરણ ભાવવિભોર બની ગયું. 6th ના બાળકો ડંબેલ્સના મેઘનાદ સાથે મેદાન પર તીર આકારમાં ઉતર્યા અને દીપકનું ફોર્મેશન બનાવ્યું. ત્યારબાદ કેજીના બાળકોએ હમારે ભારત કi તિરંગા લહરાયા. હવે 3rd અને 4th ના બાળકો મેદાન પર આવવા માટે તૈયાર હતા. પીળી – લાલ ચળકતી પતાકા સાથે ત્રીજા ધોરણના બાળકોએ દાવ કરી સાથિયાનું ફોર્મેશન કર્યું તથા પીળી ચળકતી રીંગ સાથે દાવ કરી ચોથા ધોરણના બાળકોએ શિવલીંગ બનાવ્યું. મ્યુઝીક સાથે કસરત એટલે એરોબિકસ. એરોબિકસમાં પણ ધો- 7 ની girls એ બધાને મંત્રમુગ્ઘ કરી દીધા.

કાર્યક્રમની સમાપ્તિમાં અમારા પ્રિન્સીપાલ મેડમ શ્રી એ સૌ મહેમાન, બાળકો તથા એન્કર્સ અને સ્ટiફ્મીત્રોની આભારવિધિ પૂર્ણ કરી. All the Best for ૨૦૧૨…