સાયન્સ કલબના બાળકો સવારની તાજગી મેળવવા મોર્નિંગ વોક કરી એક્વેરિયમ શોપ ની મુલાકાતે ગયા. ત્યાં જવાનો મુખ્ય ઉદેશ પાણીમાં માછલીઓ કેવા પ્રકારની રાખવામાં આવે છે ? કેટલા લીટર પાણીમાં કેટલી માછલીઓ હોય ? પાણી ક્યારે બદલાય ? માછલીઓને કેવા પ્રકારનો ખોરાક અપાય ? આ બધું જાણવાની ઈચ્છા તથા બાળકો જાતે પણ એક્વેરિયમ બનાવી શકે. આવા પ્રેક્ટીકલ અનુભવથી બાળકો ખુબ જ આનંદિત અને રોમાંચિત થયા.