ક્વીઝ એટલે કૂટપ્રશ્ન ,મનોમંથન .ગણિત અને વિજ્ઞાન પછી ભાષા અને સમાજવિદ્યાની ક્વીઝ કરવા માટે બાળકો ઉત્સુક હતા .ગુજરાતી અને હિન્દી ,અંગ્રેજી અને સમાજ ના શિક્ષકમિત્રો ના સહકાર થી આ ક્વીઝ ને નવો ઓપ મળ્યો .ગુજરાતી વિષય નો બર્જર રાઉન્ડ ઘણો રસપ્રદ રહ્યો .હિન્દી ના પઝલ રાઉન્ડ માં તો બાળકો પઝલ માં ખોવાઈ ગયા .અંગ્રેજી ના ત્રણ રાઉન્ડ — who am i ?, grammar , what time is it ? સુપર રહ્યા .સમાજ ના એક મિનીટ રાઉન્ડ માં તો જાણે બાળકો મંત્ર મુગ્ધ બની ગયા .ફટાફટ પ્રશ્નો પુછાય અને ફટાફટ સચોટ જવાબ અપાય તો જ માર્ક્સ નો ઢગલો થાય ને …………! જ્ઞાનવર્ધક એવી આ ક્વીઝ માંટે તમામ શિક્ષકગણ ને અભિનંદન