ધોરણ – ૯ ના વિદ્યાર્થીઓએ F.A. – 3 ના ભાગ રૂપે શ્રી નિમેશ સરના માર્ગદર્શન હેઠળ એસ. એસ. વિષયના અદભૂત પ્રોજેક્ટ તૈયાર કર્યા. ખૂબ નાની નાની બારીકીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ તમામ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓની નિષ્ઠા, લગન, ધગશ, અને અનેરા ઉત્સાહની સાક્ષી પૂરતા હતા. તમામ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓએ વિષયને કેટલો આત્મસાત કર્યો છે તે સ્પષ્ટ જણાઈ આવતું હતું. ધોરણ – ૭ થી ધોરણ – ૧૨ના તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો.