અમારા ધોરણ -10ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અદભૂત વર્કિંગ મોડેલ બનાવી અચંબિત કરી દીધા। લગભગ 120 મોડેલ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા।બાળકોની અકલ્પ્ય સર્જનાત્મક શક્તિ જોઈ ગૌરવાન્વિત થઇ જવાયું। તેમાયે વૃષ્ટિ જળસંચય, રોપ-વે, ટેરેસ કાર પાર્કિંગ વીથ જેક, ગ્રામ શહેર સ્વચ્છતા, તાજમહેલ, પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પાદન, મેટલ ડિટેકટર, રીમોટ કાર, સાંચીનો સ્તૂપ, ફ્લાય ઓવેર બ્રીજ, એરકૂલર જેવા મોડેલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા।