જાંબુઘોડા –વનાંચલ –પીકનીક
************************************
“ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા ,જંગલ ની કુંજ કુંજ જોવી હતી;
જોવા’તા કોતરો ને જોવી’તી કંદરા,રોતા ઝરણા ની આંખ લ્હોવી હતી.”
સ્વ.કવિ શ્રી ઉમાશંકર જોશી ની આ પંક્તિઓ ને અમે દિલોજાન થી માણી ”જાંબુઘોડા પીકનીક માં”………. std.9th to 12th ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ બધા થઇ ને 200 જણાનો અમારો કાફલો 14 December મંગળવારે સવારે 4:30 વાગે ચાર લકઝરી દ્વારા “શિવ આશિષ” નો જયજયકાર કરતા -કડકડતી ઠંડી માં પણ આનંદ ના હિલોળા લેતો ઉપડ્યો જાંબુઘોડા-વનાંચલ જવા.
વિદ્યાર્થીઓ એ ત્યાના પ્રકૃતિ સૌન્દર્ય ને મન ભરી ને માણ્યું.એડવેન્ચર્સ ગેઈમ્સ રમવા તો બાળકો ની જાણે હોડ લાગી હતી.સુંદર -ગરમાગરમ નાસ્તો અને મઝાનું જમવાનું ,તોફાન-મસ્તી માં સમય ક્યાં સરકી ગયો .તેનો ખ્યાલ પણ ના રહ્યો.કડા ડેમ, ચાંપાનેર નો કિલ્લો,મકબરો,ધાબા ડુંગળી વગેરે અવનવા સ્થળો ની મુલાકાત લેતા લેતા રાત્રે સાડા દસે પરત આવ્યા .
બાળકોની આંખો માં ઊંઘ નહી -મીઠા મીઠા સંભારણા હતા.