હમારે જમાને મેં………….(ધોરણ ૫,૬,૭, ગુજ.માધ્યમ)
ટીવી ,કોમ્પુટર અને વીડીયોગેમ ના આ જમાનામાં બાળકોનો સર્વાંગી વિકાસ તો ખુલ્લા મેદાન માં અને ધરતીના પટ માં જ થાય તે કેમ ભૂલાય ……….! શિવ આશિષ ના વિશાળ ખુલ્લા મેદાન પર આપણા જમાના ની રમતો ની રંગત જામી રહી હતી .ગીલ્લી ડંડા ,લખોટી ,કેરમ ,ચેસ ,પગથીયા ,કુકા ,ઉભી ખો ,આઈસ પાઈસ,સાતતાળી ,ઈંડું,સાંકળ,હતુતુતુ ,નદી પર્વત ,ટામેટું રે ટામેટું …………જેવી રમતો રમવા માં બાળકો મશગુલ રહ્યા .આ સ્ફૂર્તિ દાયક વાતાવરણ માં બધા ઝૂમી ઉઠ્યા ,બાળકો ખીલી ઉઠ્યા .આવી જૂની રમતો થી બાળકોને સર્જનાત્મક અને ક્રિયાત્મક પ્રવૃત્તિ તરફ લઇ જવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો .