કિડ્સ ફેસ્ટ …
શિવ આશિષના પ્રાંગણમાં મસ્ત બનીને કિડ્સ ઝૂમ્યા રે …
સરસ મજાના ગીતો ગાઈને મન ખુશ કરી દીધા રે …
બોધ પાઠ રૂપી વાર્તા કહીને ઘણું બધું કહી ગયા રે …
મનગમતા રંગો પૂરી ચિત્રના જાણે ચિત્રકાર થઇ ગયા.
શિવ આશિષના પ્રાંગણમાં Welcome toffee અને સરસ અલ્પાહાર સાથે Kids Fest ઉજવાઈ ગયો. દરેક શાળાના કે.જી. ના બાળકોએ Rhymes with Action હિન્દી તેમજ અંગ્રેજીમાં ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. બાળકના ભણતર સિવાય પણ સર્વાંગી વિકાસ માટે ઈતર પ્રવૃત્તિ જરૂરી છે. દરેક બાળકમાં કંઈક ને કંઈક ટેલેન્ટ હોય જ છે. બાળકને નાનપણથી જ Stage Fear દુર થાય તે Audience ની હાજરીમાં બોલી શકે તે આશયથી જ નાના બાળકોના Stage Show જરૂરી છે.
ખરેખર બાળકો તેમજ શિક્ષકની મહેનત અને આચાર્ય અને ઇન્ચાર્જના માર્ગદર્શન હેઠળ ભવ્ય Kids Fest ઉજવાઈ ગયો.