નંદ ઘેર આનંદ ભયો …………………….જય કનૈયાલાલકી ……………ના નાદ સાથે ઉજવાયેલા જન્માષ્ટમી મહોત્સવમાં આજે અમે સૌ જાણે કે કૃષ્ણમય બની ગયા. કે.જી. થી ધોરણ 12 સુધીના બાળકો બાળગોપાળ, માખણચોર, મુરલીધર, ગીરીધર કે ચક્રધર બનીને વિશ્વેશ્વરના અલગ અલગ સ્વરૂપે મંચ પર આવ્યા. યશોદાનો લાલ, નંદનો દુલાર, રાધાનો કાન્હ, કે ગોપ બાળકો સાથે મહીની મટકી ફોડી મદભરી મસ્તી લઈને અમારા વ્હાલા વિદ્યાર્થીઓએ સૌને પ્રેમ લક્ષણા ભક્તિના રંગે રસતરબોળ .