આપણી સંસ્થા રૂપી સમુદ્રનું અનોખું મોતી એટલે ક્લબ. અંગ્રેજી, ગણિત અને ગોષ્ઠી કલબના બાળકો આ શનિવારે ઇન્ડોલોજીની મુલાકાતે ગયા. ત્યાં વિવિધ પુરાતત્વકાળના ચિહ્નો રૂપી કલાકૃતિઓના નમૂના નિહાળ્યા. ભરતકામ, કોતરણીકામ, વિવિધધાતુના ચલણી સિક્કા, મધુલીપીના નમૂના, યુદ્ધના અસ્ત્રો-શસ્ત્રો , જૈન મુનિના પ્રતિક્રમણના સાધનો, વસ્ત્રો , તાડપત્રો , શિલાલેખો , અવશેષો રૂપે ભગવાનની મૂર્તિઓ, પ્રાચીન ઘરોની કૃતિ રૂપે ઝરૂખા, બારી, બારણા, અલમારી, મોતીકામના નમૂના, મુઘલ રાજાઓના સમયની પ્રાચીન વસ્તુઓ, બૌદ્ધ પ્રતિમાઓ પણ સામેલ હતી. ખુબ જ વિશાળ એવા આ મ્યુઝીયમમાં બાળકો ઘણો મહત્વનો ઈતિહાસ જાણીને આવ્યા.