પ્રથમ સત્ર બાળકોનું દિવાળી પર પૂર્ણ થવા આવે છે. નવરાત્રી અને દિવાળીની વચ્ચેના દિવસોમાં દરેક વ્યક્તિ ખુશહાલ નજર આવે છે. આનંદની આ પળોમાં બાળકોની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ વિવિધ પ્રવૃતિઓનું આયોજન અર્ધ સંત્રાત્રે કરવામાં આવ્યું. જેમાં દીવા મેકિંગ, રંગોળી, હેર સ્ટાઈલ, મહેંદી, ટેટુ, ડાન્સ અને દિવાળીની ઉજવણી તો ખરી જ.
આટલી બધી પ્રવૃતિઓમાં બાળકો ઉત્સાહ ભેર ભાગ લઈ સંપૂર્ણ ન્યાય આપી નવીનતાને મોખરે રાખી સ્ટાફને રોમાંચિત કરી દીધા. પૂર્ણતાને આરે પ્રિન્સીપાલ શ્રી જ્યોતિમેમના હસ્તે અમારી શાળાએ દત્તક લીધેલ બોપલ શાળાના બાળકોને વિવિધ વસ્તુનું દાન કર્યું જેવા કે નોટ બુક્સ, text books, કંપાસ, કપડાં, કલર્સ, પેન, પેન્સિલ વગેરે.