શિવ આશિષ સ્કુલ શિક્ષણની સાથે સાથે બાળકોના સંસ્કારનું સિંચન પણ કરે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા પ્રિન્સીપાલ શ્રી જ્યોતિમે’મની એક ઈચ્છા હતી કે મારી સ્કુલના બાળકો એવી રીતે પરીક્ષાખંડમાં બેસીને પરીક્ષા આપે જ્યાં એક પણ શિક્ષકે વિદ્યાર્થીનું નિરીક્ષણ કરવાની જરૂર ન રહે. વિદ્યાર્થી પ્રમાણીકતાથી જ પરીક્ષા આપે.
Monthly Exam માં Std – 5 to 8 ના વિદ્યાર્થીઓ માંથી 20 જેટલા વિધાર્થીઓનો એક ક્લાસ બનાવ્યો જેમને નિરીક્ષક વિના પરીક્ષા આપવાની કોશિશ કરેલ છે. અમને આ વિદ્યાર્થીઓ પર ગર્વ છે. સાચે જ તેઓ જીવનમાં સાચા પ્રમાણિક બનશે. પ્રમાણિક બનવું ખુબ કઠિન કાર્ય છે. પણ તેઓ જીવનમાં ખુબ સફળ થશે. તમારા માતા- પિતાને પણ ખુબ આનંદ થશે.
જેટલા વિદ્યાર્થીઓ આ રીતે પરીક્ષા આપે છે તેટલા વિદ્યાર્થીઓ મિત્રોને પણ આ રીતે પરીક્ષા આપવા પ્રેરે, તમારા અનુભવ કહો. એક દિવસ એવો આવે કે શિવઆશિષ સ્કુલના વિદ્યાર્થીઓ નિરીક્ષક વિના પરીક્ષા આપે અને શિવઆશિષ એક આદર્શ વિદ્યાર્થીઓની આદર્શ સ્કુલ બને.
I proud of my Shivashish as well as our students.