હોળીના પારમ્પરિક તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. હોળીના ઉલ્લાસભર્યા નૃત્યો અને મસ્તીભર્યા ગીતોથી આખોયે માહોલ રંગીન બની ગયો. વિવિધ રંગોની બિછાતથી રંગમંચ ખરા અર્થમાં રંગમંચ લાગતો હતો. વૈવિધ્ય સભર સાંસ્કૃતિક વારસો ધરાવતી આ ધરતીના છોરું વિવિધતામાં એકતાનો સંદેશો લઇ આવ્યા. સૌએ અખંડિત એકતા સાચવવાના પ્રણ લઇ કાર્યક્રમનું સમાપન કર્યું.