બીજા સેમિસ્ટર ની શરુઆત અમે historical month તરીકે કરી. પ્રાર્થના સભા માં દર અઠવાડિયે એક રાષ્ટ્રીય હીરો વિષે દરરોજ બે બાળકો પ્રાર્થના સભા ને સંબોધી તેમના જીવન ચરિત્ર વિષે માહિતગાર કરે .સમાજવિદ્યાના શિક્ષકો દ્વારા મળેલા માર્ગદર્શન હેઠળ ચાચા નેહરુ ,સરદાર પટેલ ,લાલા લાજપત રાય , ઝાંસી કી રાની તથા સ્વામી વિવેકાનંદ ના જીવનના મુખ્ય પ્રસંગો બાળકોને કહ્યા .શાળા ની શરૂઆત જ સરસ મજાના બાળ દિન થી થઇ જેથી ૧૪ થી ૧૯ નવેમ્બર -આ પ્રથમ અઠવાડિયામાં ચાચા નેહરુ વિષે ધો -૭ ના બાળકો એ પ્રાર્થના સભા સંબોધી અને શનિવારે રીટાબેન ,દિપમાલાબેન અને વર્ષાબેને બાળકો ને બાળપણ યાદ કરાવ્યું .૨૧ થી ૨૬ નવેમ્બર -સરદાર પટેલ વિષે માહિતી આપી અને શનિવારે બેલાબેને જીવનપ્રસંગો વિષે પ્રાર્થનાસભામાં પ્રશ્નો પૂછ્યા .૨૮ નવેમ્બર થી ૩ ડીસેમ્બર – લાલા લાજપત રાય વિષે માહિતી આપી અને શનિવારે મહેન્દ્ર્સરે તેમનો જીવન સારાંશ કહ્યો .૫ થી ૧૦ ડીસેમ્બર ઝાંસીની રાની વિષે બોલવાનો વારો હતો અને શનિવારે બીનાપટેલ અને બેલા બેન ની મહેનત ખીલી ઉઠી ઝાંસીની રાની ,રાજા ગંગાધર રાવ ,બાજીરાવ પેશ્વા તથા ત્રણ મહિલા સૈનિકો ના કાલ્પનિક પાત્રો બનાવી નાટક રૂપે રાની નો જીવન ઈતિહાસ રજુ કર્યો .૧૨ થી ૧૭ ડીસેમ્બર વિશિષ્ટ અઠવાડિયું બનાવ્યું .તેમાં ઈન્ટરનેટ પરથી ધો -૭ ના બાળકોએ સ્વામી વિવેકાનંદ વિષે સર્ચ કરી પ્રાર્થનાસભા સંબોધી .અને શનિવારે ધો -૭ ના બાળકે સ્વામી વિવેક નંદ ના કાલ્પનિક પાંત્ર દ્વારા તેમના જીવનની મહત્વની માહિતી રજુ કરી .ધન્યવાદ ………..આપણા સમાજ વિદ્યા ના શિક્ષક ગણ ને ……….!