અઢાર પુરાણના રચયિતા વેદ વ્યાસ એ સમાજના સાચા ગુરુ હતા. તે પરથી પરંપરાનુગત વ્યાસપૂજા એ ગુરુ પૂજા કહેવાય ; અને વ્યાસપૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવા લાગી. નિર્જીવ વસ્તુને ઉપર ફેકવા જેમ સજીવની જરૂર પડે છે તેમ પશુતુલ્ય બનેલા માનવને દેવ બનવા માટે પોતાની પશુતુલ્ય વૃતિઓ પર સંયમ મુકવો પડે છે. આ સંયમની પ્રેરણા તેને ગુરુના જીવન પરથી મળી રહી છે. ગુરુ એટલે જે લઘુ નથી તે અને જે લઘુ ને ગુરુ બનાવે તે. જીવનના લપસણા પ્રવાહો વચ્ચે પણ જે સ્થિર ઉભો રહી શકે તે ગુરુ.
મા- બાપ શરીરને જન્મ આપે છે, ત્યારે ગુરુ આત્માને જન્મ આપે છે. કુશળ શિલ્પી જેમ પાષાણને કંડારીને પ્રતિમામાં ફેરવે છે, તેમ ગુરુ જ્ઞાનહીનને જ્ઞાની બનાવે છે. ગુરુ કૃપાથી મનુષ્ય આદરને પાત્ર બને છે. ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને જ માણસ સિદ્ધિના ઝગમગતા શિખરો સર કરે છે. ગુરુ એ પ્રભુના પ્રતિનિધિ હોઈ પૂજય છે.
Happy Guru Purnima