ગુરુ શિષ્યના પવિત્ર દિવસે વિદ્યાર્થી ના અનેરા ઉત્સાહ સાથે પ્રાર્થના ની શરૂઆત કરીને ઉજવણી ની શરૂઆત કરી હતી.કે.જી અને પ્રાથમિક વિભાગે ખુબ ઉમંગ સાથે પોતાના વર્ગ શિક્ષક ને કાર્ડ અને પુષ્પ આપી ને આશીર્વાદ મેળવ્યા હતા.અને કલરફૂલ કપડા માં સજ્જ બાળકો ખુદ પુષ્પો સમાન લાગતા હતા.
એજ પ્રમાણે માધ્યમિક ના બાળકો એ પોતાના શિક્ષક વિષે અભિપ્રાય રજુ કરી ને પોગ્રામ ને દીપાવ્યો હતો.ગુરુ વિના જ્ઞાન ક્યાં થી મળે? દરેક નાના બાળકો પાસે થી પણ આપને કંઈક શીખીએ છીએ.તેમ સમજાવતા નિમેશભાઈ એ પ્રોગ્રામ ને આગળ વધાર્યો. પુરા દિવસ નો માહોલ ગુરુમય હતો.અને દરેક બાળક ના મન માં ગુરુ વંદના ની તાલાવેલી હતી.
અમારી શાળા ના બાળકો અને શિક્ષકો એક કુટુંબ ની ભાવના થી રહીએ છીએ.તેથી વિશેષ કંઈ નથી.એજ અમારી પૂજા છે.ગુરુદક્ષિણા છે. એ સંદેશો અમને આચાર્ય દ્વારા મળેલ છે.
બાલદોસ્તો ,શિવાશિષ નું શિક્ષક વૃંદ તમારી સાથે જ છે. હમેશા આદર્શ નાગરિક બનો,અને રાષ્ટ્ર નું ગૌરવ વધારો.