5th જૂન એટલે પર્યાવરણ ડે. આ પર્યાવરણ ડે ધરતીને લીલી ચાદર ઓઢાડવા માટે આપણે મનાવીએ છીએ. પણ અમે શિવ આશિષ પ્રાયમરી વિભાગે તો 5th જુલાઈના રોજ શિવ આશિષ શાળાને લીલીછમ બનાવી દીધી. વરસાદની મૌસમમાં લીલી ચાદર ઓઢેલું દ્રશ્ય આહલાદક લાગે.દ્રશ્ય જોતા જ નજર અને આંખોને ઠંડક મળે. આવી ટાઢક લઈને ગ્રીન કલરના કપડા બાળકો પહેરીને આવ્યા. વર્ગખંડો લીલા પાંદડાથી, ફૂલ, ફળ, કાપડથી સજાવવામાં આવ્યા.
શાંતિના સંદેશા આપ્યા
લીલા તોરણ ખુશીઓ લાવ્યા.
કેજી થી ધોરણ – 4 ના બાળકો ગ્રીન કલરના સરસ મજાના કપડા પહેરીને આવ્યા ને
શિવઆશિષમાં હરિયાળીની જેમ છવાઈ ગયા.”