15/6/2015 Monday
શાળાનો પ્રથમ સત્રનો પ્રારંભ શ્રી ગણેશજીના મંગલમય આશીર્વાદ સાથે કર્યો. કે.જી.ના ભૂલકાઓને કુમકુમ તિલક કરી અક્ષતથી વધાવી ભાવભીનું સ્વાગત કર્યું. ભૂલકાઓના શાળાનો પ્રથમ દિવસ એટલે એમના જીવનની સફળતાના શિખર સર કરવાનું પ્રથમ પગથિયું. નાના નાના ભૂલકાઓને માની ગોદમાંથી શિક્ષક સાથે આત્મીયતા કેળવવા, આનંદ, સલામતી અને જ્ઞાનરૂપી સીડી ચઢવા નાની નાની સ્કુલ બેગ સાથે હસતા ખીલતા કિલ્લોલ કરતા ભૂલકાઓએ બાળગીતો સાથે કે.જી. ગજાવ્યું. શાળામાંથી આપેલા બિસ્કીટ ખાઈને નવી તાજગી અનુભવી.
“વેકેશન તો પૂરું થયું ચાલો નિશાળે જઈએ
ક, ખ, ગ, ઘ શીખી લઈને કવિતાઓ ગાઈએ.”
16/6/2015 Tuesday
શાળાનો બીજો દિવસ સવારે સૂર્ય ઉગે ને સાંજે આથમે , સૌ પશુ-પંખીઓ ખુશાલીમાં આવી જાય. મનુષ્યો પણ પોતાના રોજીંદા કાર્યમાં લાગી જાય એમ કે.જી.નાં ભૂલકાઓ પણ ચકડોળમાં બેસી આનંદ માણ્યો.
“ચાલે ચાલે રે કે.જી. નું ચકડોળ ચાલે ,
ખુશીબેન બેસે, મહીબેન બેસે,
ધ્યાનભાઈ બેસે, રુદ્રભાઈ બેસે,
ચાલે રે ચાલે રે ચકડોળ ચાલે.”
17/6/2015 Wednesday
શાળાનો ત્રીજો દિવસ થતા જ બાળકોનાં પ્રિય એવાં મિકી માઉસ અને જાદુ આવી ગયા. બાળકોના આનંદનો પર નહોતો.
જે નાનાં ભૂલકાઓએ મિકી માઉસનું નામ સાંભળ્યું હોય અને એ જ જોવા મળે એટલે પછી તો જોવું જ શું ?
“નાનાં નાનાં ભૂલકા મિકી માઉસ જોડે નાચતાંને કૂદતાં , જાદુ સામે જોઈ પછી ધીમું ધીમું હસતા.”
“મિકી માઉસ અને જાદુનાં ડાન્સમાં એવા ખોવાઈ ગયા કે રડવાનું ભૂલી ગયા.”
વાહ ! વાહ ! મિકી માઉસ અને જાદુ….
18/6/2015 Thursday
શાળાના ચોથા દિવસે જાદુગર આવ્યા હતા.
“જાદુગર આવ્યા, જાદુગર આવ્યા,
નવા નવા જાદુ લાવ્યા, Water of India નો જાદુ
જોઈ બાળકોને ખુબ હસાવ્યા”
સરસ મજાનો કબૂતરનો જાદુ જોઈ નાનાં નાનાં
ભૂલકાઓ ખુબ ખુશ થી ગયા, એમની ખુશીઓનો પર ન રહ્યો.
જાદુ કોને કહેવાય ? તે જાતે જ અનુભવ્યું. વાહ ! જાદુગરભાઈ વાહ !
19/6/2015 Friday
શાળાના પાંચમાં દિવસે બાળકોને સવારથી જ શાળામાં આવવાની તાલાવેલી અને જાણવાની જીજ્ઞાસા કે આજે શું સરપ્રાઈઝ હશે ?
કે.જી.ના શિક્ષકો દ્વારા જાતે બનાવેલી મીની માસી બાળકોને “વેલકમ ગિફ્ટ ” તરીકે આપવામાં આવી. બાળકો વેલકમ ગિફ્ટ લઈ મેમ થેંક્યુંના નારાથી વર્ગ ગુંજી ઉઠ્યો.
“મેમ થેંક્યું , મમ્મી થેંક્યું, પપ્પા થેંક્યું, ફ્રેન્ડસ થેંક્યું, ગોડ થેંક્યું વેરી મચ.” ગીત સાથે વેલકમ ગિફ્ટ લઈ વર્ગમાં ઝૂમ્યા, નાચ્યા ને કૂદયા.