શુભેચ્છા – વિદાય સમારંભ (ગુજ. મા.)
શાળાજીવનના સુવર્ણમય દિવસો જોતજોતામાં પસાર કરીને અમારા ધો. – ૧૨ ના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીના પ્રથમ સોપાન પર આવી પહોચ્યા ત્યારે આખોયે શાળા પરિવાર તેમને હોંશભેર વિદાય આપવા આતુર હતો. ધો. – ૧૦ અને ૧૨ ના આ વિદ્યાર્થીઓ સઘન અભ્યાસની સાથે થોડી હળવાશની પળો માણી શકે એ હેતુથી એક સુંદર મનોરંજક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. વિવિધ ડાન્સ અને નાટક દ્વારા મનોરંજનની સાથે સાથે જીવનમૂલ્યોનો સંદેશ પણ આપવામાં આવ્યો. કાર્યક્રમના અંતે વિદિત વિદ્યાર્થીઓ પણ મ્યુઝીકના તાલે મન મૂકીને ઝૂમ્યા, હોશભેર સૌએ સાથે મળી નાસ્તો કર્યો, ભૂતકાળની મીઠી યાદોને વાગોળતા છુટા પડ્યા. આખોયે કાર્યક્રમ ચિરસ્મરણીય બની રહ્યો. તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભ કામના.