માતૃભાષા ગૌરવ સપ્તાહના પૂર્ણાહુતી પ્રસંગે “માતૃભાષામાં શિક્ષણનું મહત્વ” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. કુલ ૩૦ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને માતૃભાષામાં શિક્ષણની તરફેણમાં પોતાના વિચારોને મુક્ત મને રજુ કર્યા. માતૃભાષા જશે તો સંસ્કૃતિ જશે, માતૃભાષા ના શિક્ષણથી ભણતરનો બોજ દૂર થશે, મોજથી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકાશે, શબ્દભંડોળ વધારે હોવાને લીધે પોતાના વિચારોને મુક્ત મને રજુ કરી શકશે, માતૃભાષાનું સઘન શિક્ષણ અને તેની સાથે રાષ્ટ્ર કક્ષાએ હિન્દી તેમજ વેશ્વિક કક્ષાએ અંગ્રેજી ભાષાની આવશ્યકતાને ધ્યાનમાં લઈ આ ભાષાઓનો પણ યોગ્ય મહાવરો થાય તેવા પ્રયાસો પર વિદ્યાર્થીઓએ ભાર મુક્યો.