શિવઆશિષના કે.જી. માં “Daddy Cool Week” ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવાઈ ગયો. પિતા એટલે બાળકના પાલનહાર , કુટુંબના મોભી , સંસાર રૂપી રથ ચલાવનાર એવા ડેડી બાળકોના પ્યારા એવા ડેડી માટે પાંચ દિવસ ખુબ ઉત્સાહથી દરેક બાળકો એક્ટીવીટીમાં રસ લીધો.
તા. 17/2/2014 સોમવાર – યલો ડે ઉજવ્યો એની સાથે બાળકોને ડ્રોઇગ વર્કશીટમાં સરસ મજાના રંગ પૂરવા આપ્યા.
તા. 18/2/2014 મંગળવાર – સ્પોર્ટ્સ ડે ઉજવ્યો જેમાં નર્સરીના ભૂલકાઓએ ફૂગ્ગાફોડ ભાગ લીધો અને વિનર બન્યા. જુ. કે.જીના ભૂલકાઓએ સંગીત ખુરશીમાં ભાગ લઈને સરસ મજાના ઇનામ મેળવ્યા. સિ. કે.જીના ભૂલકાઓએ પણ Hurdle race માં ભાગ લીધો ને જીત મેળવી. સ્પોર્ટ્સમાં બાળકોને Music & Drum સાથે દાવ કરાવ્યા.
તા. 19/2/2014 બુધવાર – ગ્રીન ડેની ઉજવણી કરી. શિવ આશિષમાં હરિયાળી છવાઈ ગઈ હતી. બાળકોને Movie બતાવ્યું હતું.
તા. 20/2/2014 ગુરુવાર – બ્લુ ડે ઉજવ્યો. બાળકોને ભેળ પાર્ટી કરાવી અને ડાન્સ પણ કર્યો ખુબ ઝૂમીને આનંદ વિભોર બનીને નાચ્યા.
તા. 21/2/2014 શુક્રવાર – ફેન્સી ડ્રેસ ડે ડેડી ફૂલ વીકના છેલ્લા દિવસે કેટલાય દિવસથી પ્રેક્ટીસ કરીને સ્ટેજ પર આવીને ડાન્સ કરીને તેમના મમ્મી – પપ્પાને મુગ્ધ કરી દીધા અને બાળકના ઉછેરમાં પિતાનો પણ કેટલો ફાળો છે. તે જુદા જુદા અભિનય ગીત રજુ કર્યા. આ ઉપરાંત વેશભૂષા દ્વારા દરેક બાળક કઈને કઈ શીખવી ગયા.
શિવ આશિષ ના કે.જી.ના સ્ટેજ ઉપર તો શિક્ષક , પોલીસ , બાબા રામદેવ , ઝાંસીની રાણી , ગાંધીજી , કનૈયો , ભરવાડ , વકીલ , ઝાડ , રમકડાવાળી , પરી જેવા સરસ મજાના પાત્રો ખુબ સરસ પોતાનું પાત્ર ભજવી ગયા
“બાળક માટે માતા – પિતા સર્વસ્વ. એમના માટે પ્રાર્થના તુમ્હી હો માતા , તુમ્હી હો પિતા” દ્વારા નર્સરીના બાળકો ઘણું બધું શીખવી ગયા.
“વાહ ! રે કે.જી.ના ભૂલકાઓ વાહ ! ડેડી કુલ વીકની ઉજવણી , યાદગાર ઉજવણી ”
“I Love My Daddy”