“ભણતર સાથે ઘડતર જરૂરી છે. આજના ઝડપી વિકસતા કમ્પ્યુટર યુગમાં માનવી ચોપડીઓ કીડો જ ન બનતા કેટલીક પ્રવૃતિઓથી સજ્જ બની ગયો છે. તા. 8 મી જુલાઈ ના દિવસે શિવ આશિષના પ્રાગણમાં “Craft Compitition” યોજાઈ ગઈ. જેમાં બાળકને પેપર ડીશ, સ્ટીક, ફેવિસ્ટીક, સ્કેચપેન અને કાતર આપવામાં આવ્યા. શિક્ષકોના માર્ગદર્શન દ્વારા સરસ મજાના માસ્ક અને પાન્ડા બનાવ્યા હતા. ઉત્તમ હરિફોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા. બાળકોની પ્રગતિ એ જ દેશની ઉન્નતિ.