ગણપતિ આયો બાપ્પા,
રિદ્ધિ સિદ્ધિ લાયો ,
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો.
શિવ આશિષના ભૂલકાઓએ કે.જી.માં સરસ મજાનો “ગણેશોત્સવ” ઉજવ્યો . ગણેશના માતા – પિતા શંકર પાર્વતી કૈલાશ પર્વતમાંથી આવ્યા હોય એવું લાગતું હતું. માતૃદેવો ભવ , પિતૃદેવો ભવ એમ બોલતા બોલતા ગણેશજી માતા પિતાની પ્રદક્ષિણા કરતા હતા. ગણેશજી દ્વારા બાળકો ઘણું બધું શીખવી ગયા કે દુનિયામાં સાચું તીર્થ મા – બાપ છે.
ગણપતિ બાપ્પા મોરિયા ….
મંગલમૂર્તિ મોરિયા …. ના નાદથી શિવ આશિષ ગુંજી ઉઠ્યું હતું.