24 ઓગષ્ટ ગદ્યપિતા વીર નર્મદની જન્મજયંતિનો દિવસ. આપણા શિવ આશિષ પરિવાર માટે ગૌરવપ્રદ દિવસ બની રહ્યો. આ દિવસે ગુજરાતી માધ્યમ માધ્યમિક વિભાગના પ્રિન્સીપાલ શ્રી ભારતી બેન ભટ્ટ ને ‘વિશ્વકોષ ભવન’ ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે માતૃભાષાના પ્રયોગશીલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
23 વર્ષની તેમની શૈક્ષણિક સેવાઓ દરમિયાન તેમણે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સેવાઓ આપી છે. સતત બાળકોના હિત માં મગ્ન રહેનારા તેમણે ‘ગ્રંથ ગંગા ને તીરે ‘ (બૂક રીવ્યૂ), ‘રંગત’ (કાવ્યસંગ્રહો) અને ગોષ્ઠી નામથી આપેલા ભાષાવીકાસના ત્રણ પ્રોજેક્ટે બાળકોમાં સર્જનશીલતાના બીજ રોપ્યા, જેને વટવૃક્ષ બની પાંગરતા જોયા છે. તેમની આ અવિરત સાધના અને તપશ્ચર્યાના મધમીઠા ફળ સ્વરૂપે ‘માતૃભાષા અભિયાન’ તરફથી ગુજરાતભરના માતૃભાષાના શ્રેષ્ઠ પાંચ શિક્ષકો પૈકી તેમનું સન્માન કરવામાં આવ્યું, તે આપણા પરિવાર માટે ગૌરવપ્રદ બાબત છે. શ્રીમતી ભારતી મેડમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.