સૂર ,શબ્દ ,ગીત, સંગીત , લય અને તાલનો મંત્રમુગ્ધ કરી દેનારો ખજાનો લઈને અમારા વિદ્યાર્થીઓએ પીરસ્યો અંતાક્ષરીનો સુમધુર રસથાળ. સુભાષ, ટાગોર, અશોક અને રમણ હાઉસના વિદ્યાર્થીઓ વચ્ચેની રસાકસીભરી સ્પર્ધાને સૌએ મનભરીને માણી. સ્પર્ધાના અંતે સુભાષ હાઉસ વિજેતા બન્યું. તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન.