15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન. 2013 નો આ રાષ્ટ્રીય તહેવાર શિવ આશિષ શાળાના પ્રાંગણમાં ઠસ્સાભેર ઉજવાઈ રહ્યો. દેશભક્તિના ગ્રુપ સોન્ગ અને ગ્રુપ ડાન્સથી પેરેન્ટ્સનો અને સ્ટાફ મિત્રોનો જુસ્સો ઉમળકો વિદ્યાર્થીઓમાં વધાર્યો . આ સાલના અમારા ભવ્ય પ્રોગ્રામથી બાળકોમાં તથા સ્ટાફમિત્રોમાં દેશ માટે કંઇક કરી છૂટવાના ફણગા ફોડવાનો અમારો પ્રયત્ન સફળ રહ્યો.
67 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે શાળામાં પીડીલાઇટની ત્રિરંગા બનાવવાની એક્ટીવીટીમાં પણ ધોરણ 4 to 8 ના બાળકોએ હોંશભેર ભાગ લીધો. જેમાં કેન્વાસ પર Hobby ideas ના રંગથી રંગ પૂરી બાળકોએ અનેક ઝંડાનું નિર્માણ કર્યું.