આપણાં દેશમાં રાષ્ટ્રીય તહેવાર ઘણા ઓછા છે. પણ ઓછી સંખ્યાના આ તહેવારો દિલ દિમાગમાં અખૂટ દેશપ્રેમ જગાવી દે છે. ભારતની આઝાદીના 69 વર્ષે ભારતે ખુબ પ્રગતિ કરી છે. આ દિવસે સરકારી કચેરીઓમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. અને દેશ માટે શહીદ થઇ ગયેલાને સન્માન કરવામાં આવે છે.
શિવ આશિષમાં પણ ખુબ ઉત્સાહ સાથે વિધાર્થીઓએ આઝાદીને લગતા ગીતો રજુ કરી દેશ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. શ્રી જ્યોતીમેમ અને શ્રી ગીતા મેમ દેશનું ગૌરવ વધે તેવું પ્રવચન કર્યું અને વિધાર્થીઓને આવતીકાલના પ્રમાણિક નાગરિક બનીને સ્કૂલનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી.