Posted on
August 13, 2012
હેપી રાખી ડે
ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના ..
ભાઈ- બહેનના પ્રેમનું અતૂટ બંધન એટલે બળેવ. (રક્ષાબંધન)
કે. જી.ના બાળકો રંગબેરંગી સાજ સજીને
લાવ્યા સરસ મજાની રાખડી
મનનો પ્યાર લુટાવે રાખડી
પ્રેમ ભાવ દર્શાવે રાખડી
લાલ – પીળી ને જાંબલી
ઘણા રંગ સજાવે રાખડી
રક્ષણની રક્ષાનો સાદ
સદીઓથી સુણાવે રાખડી
કેવી મનમોહક સુંદર રાખડી
આ રાખડી
કે.જી.ના બાળકોને રક્ષાબંધનનું પર્વ
સમજાવે આ રાખડી…
આ રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો કે.જીના બાળકોએ …..
રક્ષાબંધનનો દિવસ ઘણો પવિત્ર હોય છે. ભાઈ – બહેનનો પ્રેમ અતૂટ જોવા મળે છે. રક્ષાદોરી એ ભાઈ – બહેનના પ્રેમનું પ્રતીક છે. એક બહેન ભાઈના હાથે રક્ષાદોરી બાંધીને ભાઈ માટે સુખ સમૃદ્ધી અને આયુષ્ય માટેની માંગણી ભગવાન પાસે કરે છે, તો ભાઈ બહેનની રક્ષા અને તેના જીવનના દરેક સુખ-દુઃખમાં સાથ નિભાવવાની જવાબદારી લે છે.