માતાના ખોળામાં બેઠેલું બાળક સ્ટેજના મંચ પર આવીને પોતાના લચક – મચક દ્વારા કૌતુક બતાવે તો ફક્ત બાળકને જ નહી પણ સામે બેઠેલા બધા જ ઓડિયન્સને તાલી પાડીને વાહ – વાહ કરવાની ફરજ પડી જાય.
આપણી શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં 1 to 4 ના બધા જ બાળકોએ પોતાનામાં છુપાયેલી અદા અને સ્ટાઈલ સ્ટેજ પર કરી બતાવી હતી ફક્ત એક જ અઠવાડિયાની પ્રેક્ટીસમાં જ બાળકોએ ઘણું બધું મનોરંજન કરાવ્યું.
અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિ પણ જરૂરી છે. તેનાથી બાળકોને કંટાળો આવતો નથી. અને તેનામાં રહેલો એક ઉત્સાહ બહાર આવી જાય છે. આ બધા જ પાછળ ટીચર્સ મિત્રોની લગન ભરી મહેનત અને વળી મિત્રોના સહકારથી સાંસ્કૃતિક કાર્યક્રમ ખુબ જ સારો રહ્યો હતો.