શિવ આશિષના ઝળહળતા પ્રાંગણમાં બગીચા રૂપી પુષ્પો એવા નાનાં નાનાં કે.જી નાં ભૂલકાંઓ શાળાને મહેકાવવા તા. 16 મી જૂનને ગુરુવારથી આવી ગયા. જાણે અનંત રૂપી આકાશમાં ઉડતા પોતાના નાજુક સપનાઓને સર કરવાં હસતાં કિલ્લોલ કરતાં આવ્યા. શિક્ષક દ્વારા કંકુનું તિલક, અક્ષત વડે સ્વાગત કર્યું.
તા. 17 મી જૂન શુક્રવારના રોજ ‘Pussy Cat’ (બિલાડી) Welcome Gift આપી બાળકોનું દિલ જીતી લીધું હતું.
તા. 20 મી જૂન સોમવારના દિવસે બાળકોને પ્રાર્થના કરાવી Jumping Ball દ્વારા જીવનમાં ખૂબ ઉંચી છલાંગ લગાવવાની છે. આગળ વધવાનું છે. એવું જ્ઞાન આપ્યું.
તા. 21 મી જૂન મંગળવારના રોજ બાળકોંને ચગડોળમાં બેસાડી સહેલ કરાવી. અને 21 મી જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી હળવી કસરત કરાવી.
તા. 22 મી જૂન બુધવારના રોજ બાળકોને ‘પપેટ શો ‘ બતાવવામાં આવ્યો.
આમ, શિવ આશિષના પ્રાંગણમાં દર વર્ષની જેમ જાત જાતની ‘Kids Entertainment ‘ નું આયોજન કરવામાં આવ્યું હતું.