Posted on
September 10, 2012
શિક્ષક દિનની ઉજવણી
“જયારે શિક્ષક પરસેવે ન્હાય , ત્યારે જ સુસંસ્કૃત સમાજ રચાય. “
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના ૫ મી સપ્ટેમ્બરના જન્મદિનને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આવા મહાન પુરુષના જન્મદિનને ઉજાગર કરવા શિવઆશિષ ના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવીને એક આદર્શ શિક્ષકનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શિક્ષક બનીને આવેલા વિદ્યાર્થીઓમાં શિસ્ત, સદાચાર, સહનશીલતા, સંસ્કાર, ક્ષમા, ચારિત્ર્ય જેવા સંસ્કાર સિંચન કરવાની જવાબદારી શિક્ષકની છે એવો અહેસાસ થયો.
શિ :- શિસ્ત
ક્ષ :- ક્ષમા
ક :- કર્તવ્ય
Happy Teacher’s Day