ભાઈ બહેનના પવિત્ર પ્રેમની સોગાદ લઈને આવેલા તહેવાર રક્ષાબંધન ની ખૂબ ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવી. દરેક વર્ગના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગની બહેનો પાસે રક્ષા બંધાવી. જનાક્સરના કંઠે થયેલા પવિત્ર મંત્રોચ્ચારથી વાતાવરણમાં પણ પાવનકારી અહેસાસ હતો. બહેનોએ પ્રેમ પૂર્વક શુભેચ્છા પાઠવતા આ પર્વની રંગે ચંગે ઉજવણી કરી.