ભારતીય મૂળની ખૂબ પ્રાચીન મહાનતમ સિદ્ધિ યોગ જેને વિશ્વ સ્તરે સ્થાન પ્રાપ્ત થયું એ ભારતીય તરીકે આપના માટે ગૌરવપ્રદ બાબત છે. 21 જૂન યોગદિન નિમિત્તે સામુહિક યોગની તાલીમના ભાગરૂપે પાંચ દિવસ યોગ કરવામાં આવ્યા। વહેલી સવારે
કરવામાં આવતા યોગથી તાજગી અને સ્ફૂર્તિ નો અહેસાસ થયો. 21 જૂને યોગદિનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અમારા આચાર્ય ભારતી મેડમ અને સહાયક ભાવનાબેન પણ જોડાયા।સૌથી અગત્યની બાબત તો એ રહી કે આ કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓ મોમીન આસિફ અને જનસારી ભવ્યની રાહબરી હેઠળ કોમી એખલાસના ઉદાહરણ રૂપે સંપન્ન થયો.