નવદુર્ગાની શક્તિ એટલે નવરાત્રિ, જેમાં બધી જ શક્તિઓની ઉપાસનાથી ભવ્ય તહેવારનો પ્રારંભ થાય છે, શિવ આશિષના પટાગણમાં પણ પાંચમના દિવસે કેજી થી ધોરણ 12 ના ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા, અવનવા રંગ રૂપ અને એકશનો સાથે રમઝટ જામી, નવલા નોરતાની શક્તિ સાક્ષાત અમારી શાળામાં જાણે પ્રગટ થઇ હોય તેવું તાદૃશ જોઈ શકાય, નાના બાળકો કેજી થી ધોરણ 4તેમના શાળાના સમય દરમિયાન વર્ગશિક્ષક સાથે ઝૂમ્યા અને રાત્રે મોટા બાળકો રમઝટમાં તલ્લીન થયા……