દોડની હરિફાઈ
“શિવ આશિષ મંગલ વિદ્યાલય” માં દોડ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું. બાળકો સરસ મજાના ઉત્સાહથી દોડવા તૈયાર થઇ ગયા હતા. જાણે કે પી.ટી. ઉષાની જેમ એમને જ જીતવું હોય એવા દોડતા હતા.
“એક, દો, તીન
રેડી સ્ટેડી ગો
દોડો રે ભાઈ દોડો
હરિફાઈ જીતવા દોડો
મંઝિલ સુધી પહોચવા
દોડો રે ભાઈ દોડો.”
વાહ ! જાણે ચિતાની ઝડપે દોડવાની કોશિશ કરતાં નજરે દેખાતા હતા.