આપણાદેશમાં કૃષ્ણનું નામ ખુબ જ લોકપ્રિય છે. નાના બાળકથી માંડીને મોટા વડીલોંના પ્રિય એવા બાલકૃષ્ણ જેની લીલાઓ ખુબ જ પ્રચલિત છે.
શિવ આશિષ મંગલ વિદ્યાલયમાં કૃષ્ણ જન્મની ઉજવણી ખુબ જ ધામધુમથી કરવામાં આવી. કૃષ્ણ જન્મથી માંડીને નાગદમન સુધીની લોકવાર્તા તેમજ ડાન્સ દ્વારા કરવામાં આવી. નાના નાના ભૂલકાઓએ તો માખણચોર કનૈયો, મામા કંસ, યશોદા, દેવકી, વાસુદેવ, નંદબાબા, સિપાઈઓ જેવા પાત્રો ભજવીને સ્વર્ગલોક રૂપી સતયુગના અદ્દભૂત દર્શન કરાવ્યા. મટકી ફોડનો કાર્યક્રમ પણ કર્યો.
“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી,
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી.”
હેપી બર્થ ડે, કનૈયાનો હેપી બર્થ ડે,
ગોકુળ આઠમને દહાડે કનૈયા તારો હેપી બર્થ ડે…..
ગીત દ્વારા બાળકોએ આનંદ માણ્યો.