શાળા કેમ્પસમાં Pogo Channel વાળા દર વર્ષે બાળકોને “છોટા ભીમ”
સીરીયલ્સ માટે પ્રોત્સાહિત કરવા માટે આવે છે. બાળકોને રમત રમાડીને તથા પ્રશ્નો પૂછીને ગીફ્ટ આપે છે. બાળસહજ નીતનવી ગીફ્ટથી આકર્ષાઈને બાળકોમાં ઉત્સાહ અનેરો હોય છે. છોટા ભીમના બધા જ પાત્રો પણ બાળકોને મોઢે યાદ હોય છે. બધી જ Action પણ યાદ હોય છે. ભીમના સ્ટંટ પણ યાદ હોય છે. આમ આ કાર્યક્રમમાં બાળકોને ખુબ મજા આવી અને શાળાના દરેક બાળકોને આકર્ષક ગીફ્ટ આપી.