“આવ રે વરસાદ
ઘેબરીયો પરસાદ
લીલી લીલી હરિયાળી
ને લીલું લીલું ઘાસ.”
કે.જી.ના ભૂલકાઓ સરસ મજાનો લીલો લીલો પહેરવેશ સજીને આવ્યા હતા. ચારે કોર લીલી લીલી હરિયાળી જણાતી હતી. ક્લાસમાં પણ બાળકોએ નોટબુકમાં tree, mango, leaf માં ગ્રીન રંગ પૂરીને બાળકોએ સંદેશ પાઠવ્યો.
“વધુ વૃક્ષ વાવો, વરસાદ લાવો,
વધુ વૃક્ષ વાવો, જીવન બચાવો.”
આવા સરસ મજાના સ્લોગન સાથે બાળગીતો ગાતા, નાચતા ને કુદતા ગ્રીન ડે ઉજવ્યો.