૨૫/૦૭/૨૦૧૨ – બુધવારના રોજ ગ્રીન ડે ઉજવ્યો અને ફૂલ-છોડની રોપણી કરાવી. વિદ્યાર્થીઓ ફૂલ-છોડ લાવ્યા અને જાણે પર્યાવરણ – ડે હોય તેમ ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવાના પ્રયત્નો શરૂ થયા. રોજ તેનું જતન કરવાના નિયમ શીખવાડ્યા. શ્લોક અને સારા ભાવ સાથે કરેલ રોપણી જલ્દી અને હેલ્થી રહે છે તેનું ધ્યાન રાખવામાં આવ્યું. બધો જ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ગ્રીન કપડામાં ખુબ જ સુશોભિત લાગતા હતા . જાણે પૃથ્વી પર લીલી જાજમ બિછાવી હોય. શાંતિના પ્રતિક સમા લીલા રંગથી આંખોને ખુબ જ ઠંડક પહોચે છે. જે સીધી માનસિક શાંતિ બક્ષે છે. વરસાદ લાવવા માટેના ગાન-શ્લોક સાથેનું વ્રુક્ષરોપણ ઉજવણી આનંદિત બની રહી.