ધોરણ 3 & 4 ના વિદ્યાર્થીઓ ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યાં હૃદયકુંજ , પ્રાર્થનાસ્થળ, પુસ્તકાલય ની મુલાકાત લીધી. ગાંધીજીના જીવન ચરિત્ર વિષે માહિતી મેળવી અને તેમના જીવન આધારિત દ્રશ્યો નિહાળ્યા. બાળકોને પણ ગાંધીજી વિષે જાણવાની તમન્ના ખુબ હતી. અને તેમના જીવનના મૂલ્યો પોતાના જીવનમાં ઉતારવા પ્રેરિત થયા હતા. આમ આ ઐતિહાસિક સ્થળની મુલાકાતથી બાળકો ધન્ય થઇ ગયા હતા.