Noon શિફટના બાળકો ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા. તેઓ આશ્રમના શાંત – પવિત્ર અને આહલાદક દ્રશ્યથી ભાવવિભોર બન્યા. ત્યાં રેટિયાથી થતું વણાટકામ તથા ઐતિહાસિક પ્રસંગોને મૂર્તિઓ અને ફોટા સ્વરૂપે જોઇને આવ્યા. નદીકિનારે આવેલો આ આશ્રમ ગાંધીજીની યાદ આજે પણ તાજી કરાવી જાય છે. સાદગી અને ઉચ્ચ વિચાર તેમનો ધ્યેય હતો.