કે.જી.ના ભૂલકાઓએ સરસ મજાની વાવની શિવ આશિષ મંગલ વિદ્યાલયના પ્રાંગણમાં કરી.
“જમીન ખોદી, ઘઉં વાવ્યા,
તલ નાંખ્યા, મેથી નાંખી,
પાણી પાયું, પાણી પાયું.”
બાળકોને વાવણીનું મહત્વ સમજાયું. ખેડૂતોની મહેનતનો ખ્યાલ આવ્યો.
અનાજનો બગાડ અટકાવી અનાજ કેવી રીતે ઉગે તેનો ખ્યાલ આવ્યો.
“વાહ ! ભાઈ વાહ ! વાવણી કરી તેનો આનંદ યાદગાર બની ગયો.”