અમદાવાદથી નજીક આવેલી અડાલજની વાવ જોવા ક્લબના વિદ્યાર્થીઓને લઈ ગયા હતા. ત્યાં આ વાવની બાંધકામ વિશે, કોતરણી વિશે આબેહૂબ કૃતિ વિશે જાણી નવાઈ પામ્યા. એ જમાનામાં પણ આટલી મજબૂતાઈથી આવી સુંદર કૃતિ બની શકે અને હજુ તેની પ્રતિકૃતિ આપણે નિહાળી શકીએ એ જ મહત્વનું છે. ખરેખર ભારતનો સાંસ્કૃતિક વારસો અજોડ છે.